Book Details
Author | Sarvapalli Radhakrishnan |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 272 |
Dimension | 23.5 x 16 x 2 cm |
Weight | 350 gm |
ISBN | 9789393477217 |
About Book | ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવસ્વભાવમાં મહત્વનો પલટો લાવવા મથ્યા હતા. આપણે વસ્તુસ્થિતિ જેવી છે તેવી ને તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિ યુગને નવું ધ્યેય અને દિશા અર્પવા મથવું જોઈએ. ક્રાંતિ જડતા કે ઉદાસીનતામાંથી નથી જન્મતી પણ ધ્યેય માટેની તીવ્ર લાગણીમાંથી જન્મે છે. ગાંધીજી આપણને શસ્ત્ર વગરની દુનિયામાં રહેવાને લાયક બનાવવા માગતા હતા. આપણે ઝઘડા અને વેરઝેરભરી દુનિયામાંથી બહાર નીકળી સહકાર અને સુમેળપૂર્વક કામ કરવું જોઈએ. યુદ્ધની અવેજીમાં તેમણે સત્યાગ્રહ રજૂ કર્યો હતો. એના પાયામાં એ વસ્તુ રહેલી છે કે અથડામણને પ્રસંગે સત્યાગ્રહી સંપૂર્ણપણે સત્યને વળગી રહે, પ્રેમ આચરે અને જાતે દુઃખ વેઠે. તેમના કેટલાક નિકટતમ સાથીઓ અને આપણા જમાનાના કેટલાક વિખ્યાત ચિંતકોના-ભારત અને જગત ઉપર ગાંધીજીનાં જીવન અને વિચારણાની શી અસર પડી - એ વિશેના વિચારો આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવ્યા છે. આ મહાનુભાવો છેઃ લોર્ડ માઉન્ટબેટન, ઇન્દિરા ગાંધી, ઉછરંગરાય ન ઢેબર, એમ સી ચાગલા, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ખાન અબદુલ ગફારખાન, ચક્રવર્તી રાજગોપાલચારી, ઝાકિરહુસેન, પ્યારેલાલ, મીરાંબહેન, મોરારજી દેસાઈ, લૂઈ ફિશર, વી વી ગિરિ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, સુશીલા નય્યર વગેરે |