photo
photo

ઠાકુરવાડી




₹250


In Stock






Book Details

Author Animesh Mukharjee
Co-author Manisha Kirti Zinzuwadia
Publication Kalpavriksha Publication
Language Gujarati
Category Non-Fiction/Literature
Pages 190
Dimension 20 x 14 x 1.5
Weight 200 gm
ISBN 978-93-47519-33-8
About Book

ઠાકુરબાડી ફક્ત સંસ્મરણોની સફર નથી, પરંતુ બંગાળ અને ભારતના ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસા અને જીવનશૈલીનો જીવંત દસ્તાવેજ છે. આ પુસ્તકની સૌથી મોટી શક્તિ તેની ભાષા છે.

-       ડૉ. ચંદ્ર પ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા-નિર્દેશક

 ટાગોર પરિવાર સાથે સમાજમાં પરિવર્તનના કિસ્સા જ્યાં તથ્ય કલ્પનાથી વધારે કાવ્યાત્મક છે

 દ્વારકનાથ ટાગોર એટલી હદે સમૃદ્ધ જમીનદાર હતા કે જ્યારે તેઓ લંડન પહોંચ્યા, ત્યારે મહારાણી વિક્ટોરિયાએ તેમને પ્રાઇવેટ ડિનર પર બોલાવ્યા. એટલું જ નહીં ઇંગ્લેન્ડનો આગામી પ્રધાનમંત્રી તેમનો મિત્ર બનવા આતુર હતો. એ જ દ્વારકાનાથને તેમની પત્નીએ ઘરમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી અને તેમના પૌત્ર રવીન્દ્રનાથ ટાગોરે તો પોતાના દાદાના તમામ દસ્તાવેજો સળગાવીનો તેનો નાશ કરી દીધો.

 એ જ રીત, જે સમયે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી વચ્ચે વૈચારિક યુદ્ધ ચરમસીમાએ હતું, એ જ સમયે ગુરુદેવની ભાણી સરલા દેવીએ ગાંધી માટે ખાદીથી બનેલી સાડીઓ માટે મૉડલિંગ શરૂ કર્યું. ત્યાં સુધી બાપુની પત્ની કસ્તૂરબાએ પણ ખાદીની સાડીઓ પહેરવાની ના પાડી દીધી હતી.

ભારતીય સમાજને બદલનાર તમામ ઘટનાઓમાં ટાગોર પરિવાર એક યા બીજી રીતે સામેલ રહ્યો છે. અનિમેષ મુખર્જીનું આ પુસ્તક દેશના પ્રથમ નૉબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનાં કુટુંબના ઇતિહાસની કેટલીક એવી ઘટનાઓ અને અમર પ્રેમગાથાઓ રજૂ કરે છે, જેમાં કિસ્સા હકીકતથી વધારે રસપ્રદ છે.


Ratings & Reviews