Book Details
“વિજ્ઞાનની
દંતકથા અને વિશ્વાસથી
પર થવાનું ઉત્કૃષ્ટ વિવરણ”
- મૃદુલા મુખર્જી, પૂર્વ પ્રોફેસર, JNU
“રઝા...
ધારણાઓને કથામાં બદલવાની સંચારવિજ્ઞાનની દ્વિધાને નમ્રતા, ઝનૂન અને સ્પષ્ટતા સાથે
પ્રસ્તુત કરે છે.”
- માર્ટિન ડબલ્યુ. બાવર, પ્રોફેસર,
લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ
વિજ્ઞાન
અને ધર્મ વચ્ચે
‘વાસ્તવિક’ ફરક
વિજ્ઞાન અને ધર્મ એકબીજાના વિરોધી છે કે પૂરક?
વિજ્ઞાન લોકોને નાસ્તિક બનાવે છે?
એક અતિ ધાર્મિક સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસી ન શકે?
દેશ-દુનિયાના
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને મનથી કવિ, ગૌહર રઝાએ પણ આ સવાલો અનેક વાર સામનો કર્યો.
ક્યારેક કુંભમેળાની ભીડમાં, તો ક્યારેક વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં. તેમાંથી
કેટલાંક સવાલો આપણને વિજ્ઞાન તરફ અને કેટલાંક ધર્મ તરફ દોરી જાય છે. જ્યારે કવિ
જેવું મન ધરાવતા એક વૈજ્ઞાનિકે આ દરેક પ્રશ્રનો જવાબ શોધવાની શરૂ કરી, ત્યારે
દંતકથાઓ અને વાર્તાઓની સાથે ધર્મ, દર્શન, અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે સંબંધિત અનેક
પાસાં સામે આવ્યાં.
આ
પુસ્તક બ્રહ્માંડ અને જીવનનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો, સમયની સાથે તેમાં
કેવું પરિવર્તન થયું એની હકીકતો રજૂ કરે છે. સાથે સાથે આ પુસ્તક ‘વિજ્ઞાન’ની પરિભાષા પ્રસ્તુત કરવાનો પ્રયાસ
પણ કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ‘વાસ્તવિકતા’નો ફરક સમજવો બહુ જરૂરી છે. વળી,
અન્ય એક વાત પણ સાબિત થાય છે કે, તર્કબદ્ધ દૃષ્ટિકોણ, વૈજ્ઞાનિક પદ્ધતિ અને માનવીય
સંવેદનાઓ એકબીજાની પૂરક જ છે.