Book Details
Author | Varsha Adalja |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Edition | First |
Category | Autobigraphy |
Pages | 360 |
Dimension | 21.5 x 14 x 1.8 cm |
Weight | 330 gm |
ISBN | 9789392613821 |
About Book | ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ કરતો દરિયો મને સંમોહિત કરે. સંધ્યાકાળે મુંબઈની સ્કાયલાઇન ઝગમગી ઊઠે ત્યારે દરિયાનાં શું તેવર! એવે સમયે મરીન ડ્રાઇવની પાળ પર બેસી ધીમેધીમે આથમતી સંધ્યાને જોવાનું મને ગમે. મરીન ડ્રાઇવથી ચાલતી હું ચોપાટી પહોંચી જાઉં છું, અહીં અરબી સમુદ્ર છે. સ્વૈરવિહારી. હું પાણીમાં પગ મૂકી ઊભી રહું છું, સૂરજમાં હજી ગુલમહોરી અગનઝાળ છે. સૂર્યાસ્ત! મૅજિકલ મૉમેન્ટ! આથમતા સૂરજનાં અંતિમ કિરણોને હું મુઠ્ઠીમાં કેદ કરી લઉં છું, એ સ્મરણમંજૂષામાં મેં સાચવીને મૂક્યા છે, માય પર્સનલ ટ્રેઝર. આજે આયુષ્યની સંધ્યાએ એ ખજાનો ફરી જોવાની ઇચ્છા તીવ્રતર થઈ ઊઠી છે. પ્રભાતના કોમળ, મૃદુ ઉજાસમાં સ્મૃતિમંજૂષા ડરતાં ડરતાં ખોલું છું અને આશ્ચર્ય પામું છું. સ્મરણોનાં સૂર્યકિરણો એવાં જ ઝળહળી રહ્યાં છે! તો માંડીને કરું મારી વાત! આ ઘૂઘવતા અફાટ ભવસાગરને પેલે પાર ચાલી ગયેલા વહાલા સ્વજનો, સાથીઓનો સ્મૃતિમેળાપ કરવા તત્પર થઈ ઊઠું છું. ચલો, ખોલ દો નાવ, જહાં બહેતી હૈ બહને દો. |