આ પુસ્તક ગાંધીજીના ધર્મવિષયક
લેખોનો સંગ્રહ છે. બાપુના ધર્મ સંબંધી લેખોમાં અભ્યાસ કરવા જેવું ને બોધક હોય તો
તે એમની સર્વદેશીય, સમભાવી અને જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં એકસરખી વ્યાપક એવી
ધર્મની કલ્પના મુખ્ય છે. ગાંધીજી પોતાને સનાતની હિંદુ માને છે. હિંદુ ધર્મની અંદર
અનેકવિધ સામાજિક અને ધાર્મિક સડા જોવાં છતાં, એમના જેવા સત્યાગ્રહી પોતાના
જન્મપ્રાપ્ત ધર્મને વળગી રહ્યાં છે. શા માટે એ સમજવા જેવી વસ્તુ છે. જગત પર હિંદુ
ધર્મનું ખાસ ઋણ શું છે તે ગણાવતાં છતાં તેમની અંદર આજે સડારૂપ જે વિકારો છે તેની
સામે તે કઈ દૃષ્ટિથી જુએ છે એ પણ સમજવાની જરૂર છે. તેમની મને ધર્મ એટલે સત્ય,
પ્રેમ, કરુણા અને અહિંસા. એક માનવ બીજા માનવને સાથસહકાર આપે એ ધર્મ. સાચો ધર્મ શું
છે એ સમજવા આતુર દરેક વ્યક્તિ માટે આ પુસ્તક દિવાદાંડીરૂપ છે. |