Book Details
Author | Maitriyi Devi |
Co-author | Ramanik Meghani |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 292 |
Dimension | 23.5 x 16 x 2 cm |
Weight | 360 gm |
ISBN | 978-93-93527-60-8 |
About Book | મોકળે મને અને છૂટે હાથે આલેખાયેલાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણોને મૈત્રેયીદેવી 'જીવનની આનંદધારા' તરીકે ઓળખાવે છે. મંગપુ હિમાલયની ગોદમાં આવેલું એક નાનકડું ગામ. 1938થી 1940નાં વર્ષો વચ્ચે ચાર વાર ગુરુદેવ મૈત્રેયીદેવીના મહેમાન બન્યા. પહેલી વખત 1938ના મે-જૂનમાં અઢાર દિવસ, બીજી વખત 1939ના મે-જૂનમાં તેત્રીસ દિવસ, ત્રીજી વખત એ જ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી લગભગ બે માસ અને ચોથી વખત એમના અવસાનના થોડા સમય પહેલાં 1940માં. મૈત્રેયીદેવીને મન ગુરુદેવ સાથેના સહવાસના આ ચાર પ્રસંગો પર્વરૂપ બની ગયા છે, ને ગ્રંથને એ પ્રસંગોને અનુલક્ષી એણે ચાર પર્વોમાં ફાળવ્યો છે. ગુરુદેવ માટેના અખૂટ આદરભાવ અને પ્રેમને અભિવ્યક્તિ આપતા અસંખ્ય પ્રસંગોનું વિવેકપૂર્વક આલેખન કરી રવીન્દ્રસાહિત્યમાં એમણે કીમતી ઉમેરો કર્યો છે. એ ગ્રંથને ગુજરાતીમાં ઉતારતાં શ્રી રમણિક મેઘાણીએ જે કૃતકૃત્યતા અનુભવી હશે તેના તે પૂરા અધિકારી છે. - સ્નેહરશ્મિ |