Book Details
Author | Narahari Parikh |
Co-author | Uttamchand Shah |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 528 |
Dimension | 24 x 17 x 2 cm |
Weight | 685 gm |
ISBN | 978-81-7229-455-7 |
About Book | સરદારની વાણી દ્વારા ગુજરાતી બોલીનું જે તેજ અને જે સામર્થ્ય પ્રગટ થયું છે તેવું બીજે ભાગ્યે જ થયું હશે. હૃદયમાં સોંસરા ઊતરી જાય એવા રુઢિપ્રયોગોવાળી જુસ્સાદાર તળપદી ભાષા અને શૈલીનો એક નવો જ પ્રકાર આ પુસ્તક દ્વારા સંગૃહીત સ્વરૂપમાં રજૂ થાય છે અને તે આપણા સાહિત્યમાં એક નવી જ ભાત પાડે છે. ગુજરાતની અને અમુક અંગે સમસ્ત હિંદુસ્તાનની ગાંધીયુગની પ્રજાજાગૃતિમાં સરદાર પટેલનો ફાળો કેવો હતો તે જાણવાના સાધન તરીકે, ખુદ સરદાર પટેલનો ઊછરતી તે જ ભાવિ પેઢીને સાચો પરિચય કરાવવાને માટે, તેમના વ્યક્તિત્વના ગુણો પ્રગટ કરવાને માટે, પાછલાં ત્રીસ વરસ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રજાજાગૃતિના ઇતિહાસના દસ્તાવેજ તરીકે અને એક પુરુષાર્થી, સમર્થ તેમ જ તેજસ્વી પુરુષની વાણીમાં ગુજરાતી બોલી કેવી સમર્થ બની શકે છે તે જોવા માટે સરદાર પટેલનાં આ ભાષણો એક કીમતી સાધન થઈ પડશે. |