photo

બા : મહાત્માનાં અર્ધાંગિની




₹180 ₹200 10% off


In Stock






Book Details

Author Arun Gandhi
Co-author Sonal Parikh
Publication Navajivan Trust
Language Gujarati
Category Biography
Pages 270
Dimension 21.5 x 14 x 1 cm
Weight 260 gm
ISBN 978-81-7229-718-3
About Book બાનો ભારે ગુણ કેવળ સ્વચેછાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ મારી ખેંચથી નહોતું બન્યું, પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. તેની ઇચ્છાશક્તિ ખૂબ મજબૂત હતી. નવપરિણીત કાળમાં હું બાને હઠીલી ગણી કાઢતો, પણ આ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળામાં મારી ગુરુ બની. મારું જાહેર જીવન ખીલતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારપૂર્વક મારામાં એટલે કે મારા કામમાં સમાતી ગઈ.

અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિથી અમે આત્મસંયમ સ્વીકાર્યો ત્યારથી અમારો સંબંધ સાચા મિત્રનો થયો. અમે બે ભિન્ન વ્યક્તિ બની ગયાં. અમારી ગાંઠ પહેલાં કદી નહોતી તેવી દ્રઢ બની. મારી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બની. મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવી હોય તો હું બાને જ પસંદ કરું.

- મોહનદાસ કરમચંદ ગાંધી

બા અને બાપુ એક ઘરમાં હોય, પાસે પાસેના ઓરડામાં હોય, કશું ખાસ એકમેક સાથે બોલે નહીં, પણ આપણને આખો વખત લાગ્યા કરે કે કે બંને એકમેકને ઊંડે ઊંડે ખૂબ સમજે છે.

- હોરેસ ઍલેક્ઝાન્ડર

Ratings & Reviews