Book Details
| Author | kaka kalelakar |
| Publication | Navajivan Trust |
| Language | Gujarati |
| Category | Non-Fiction |
| Pages | 383 |
| Dimension | 21.5 x 14 x 1.5 cm |
| Weight | 430 gm |
| ISBN | 978-93-93477-19-4 |
| About Book | જીવનનો આનંદ દરેક માણસને જુદાં જુદાં ક્ષેત્રોમાં મળે છે. જીવનની સ્વભાવિકતામાં વિશાળ કુદરત સાથેનો થોડોઘણો પરિચય, સગાં-વહાલાંને મળવાને કાજે અથવા યાત્રાઉત્સવને પ્રસંગે કરેલી થોડીક મુસાફરી દ્વારા તો હોય જ છે. સૌંદર્યની ઉપાસના, હુન્નર અને કળાનું અનુશીલન, નિસર્ગનું નિરીક્ષણ તેમજ જીવનકળાની કેળવણી એ આનંદના ખાસ વિષય ગણાયા છે. દરેક માણસના જીવનનું આ પાસું ઓછુંવત્તું ખીલેલું હોય જ છે. કળાની અનુભૂતિ જેને થઈ છે તે એકલપેટો રહી શકતો જ નથી. એને બીજો કોઈ ન મળે તોયે એ પોતાનો આનંદ પોતા માટે જ એક યા બીજી રીતે નોંધી રાખવાનો. આનંદની આ સર્જકતા અદમ્ય હોય છે. કળાવૃત્તિથી પ્રેરિત થઈને લખાયેલી નોંધો, રચાયેલા નિબંધો અને અપાયેલાં ભાષણો આ લખાણોમાં છે. - કાકા કાલેલકર |