Book Details
Author | Nanabhai Bhatt |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Edition | First |
Category | Spirituality |
Pages | 600 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 358 gm |
ISBN | 9789381315507 |
About Book | નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામીણ દક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કારઘડવૈયા હતા. એટલે તેમણે પાકી ઉંમરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણેય મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા. આવું રસાયણ કિશોરવયે મળે તો અમૃત જેવું કામ કરે. તેવી હોંશથી તેમણે રામાયણ અને મહાભારતનાં પાત્રોની કથામાળા લખી. આ કથામાળાએ એ કાળે ગુજરાતના કિશોરો-કિશારીઓ પર જાદુ કર્યું હતું. આ પાત્રો માત્ર સાદી કથા નથી, પણ પોતપોતાની પરિસ્થિતિમાંથી ઊભાં થતાં તે તે પાત્રોનાં સચોટ મનોમંથનો છે. પછી તે ગાંધારી હોય, દ્રોણ હોય કે સૂતપુત્ર કર્ણ હોય કે પાંચાલી હોય. તેમના વાર્તાલાપો પણ આ મનોમંથનો જ બહાર લાવે છે અને તેથી વાંચનાર તેમની જોડે નિકટતા અનુભવે છે. નાનાભાઈનાં પાત્રો આ ગુણને કારણે સો ટચનું સોનું સિદ્ધ થયાં છે. આ પાત્રો દ્વારા નાનાભાઈએ ખરી રીતે મહાભારતનું તેમાંની સામગ્રી દ્વારા નવું અર્થઘટન કર્યું છે. તે તેમની શૈક્ષણિક સિદ્ધિ છે. |