Book Details
Author | Bhanadev |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Spirituality |
Pages | 264 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 290 gm |
ISBN | 978-81-970013-2-1 |
About Book | કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે. આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ? ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ છે... ગણ્યા ગણાય નહીં તેટલા! ભારતભૂમિ ઉપર એવા અનેક ઋષિ અવતર્યા છે અને અંતર્ધાન થયા છે, જેમના જીવન કે નામ વિશે આપણે કંઈ જ જાણતા નથી. હિમાલયમાં ત્રણ હજાર ગુફાઓ છે. આ ગુફાઓ ક્યારેય ખાલી નહોતી અને આજે પણ ખાલી નથી. આપણે એવું માનીએ છીએ કે જે ઋષિઓ વિશે આપણે જાણીએ છીએ, તેટલા જ ઋષિઓ હશે, પણ ખરેખર એવું નથી. જે ઋષિઓ વિશે આપણે કંઈક જાણવાનો દાવો કરીએ છીએ, તેમનાં જીવન અને કથનની વિરાટ વાતો તો હજી પણ આપણે જાણતા જ નથી. આ મહાન ઋષિઓ વિશે આપણે અને નવી પેઢી કંઈક જાણીએ-સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મન, મગજ અને સ્વભાવને સાચી પ્રેરણા અને સ્થિરતા મળે એવા દિવ્ય ભાવથી આ ગ્રંથ તૈયાર થયો છે. આ મહાન ઋષિઓનાં જીવન અને દર્શનની થોડી સુગંધ તમારા જીવન સુધી પહોંચે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. |