Book Details
Author | Chandrakant Bakshi |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 168 |
Dimension | 21.5 x 14 x 1 cm |
Weight | 200 gm |
ISBN | 978-8194304364 |
About Book | મહાત્મા ગાંધી કોણ હતા? ગાંધીજી એ માણસ હતા, ઇતિહાસની એ વિરલ પ્રતિભાઓમાંના એક હતા, જેમની આત્મકથાઓ રાષ્ટ્રની તવારીખો બની જતી હોય છે. 20મી સદીના વિચારકો અને પૂરી સદી પર અસર કરનારા મનુષ્ય જાતિના પ્રતિનિધિઓમાં ગાંધીનું નામ ચર્ચિલ, સ્તાલિન, હિટલર, દ’ગોલ, લેનિન, માઓ ઝેદોંગ, રૂઝવેલ્ટ, મુસોલિનીની સાથે મુકાય છે. `Time’ સાપ્તાહિકે 1930માં ગાંધીજીને `મૅન ઑફ ધ યર’ ગણ્યા હતા અને એમનો ફોટો સાપ્તાહિકના મુખપૃષ્ઠ પર મુક્યો હતો. ગાંધીજી શું હતા એ હિંદુસ્તાનમાં જ અને ગુજરાતી ભાષામાં સમજાવવું કે લખવું પડે એ કારુણ્ય કઈ કક્ષાનું કહી શકાય? જગતનાં સર્વમાન્ય ચિંતકો-વિચારકોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિઓ આપી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું કે ‘આવનારી પેઢીઓને એ વાતનું આશ્ચર્ય થશે કે હાડચામનો બનેલો આવો માણસ પણ પૃથ્વી પર ચાલતો હતો!’ ડૉ. આઇનસ્ટાઇન 20મી સદીના શ્રેષ્ઠ અને મનુષ્યજાતિના સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાં સ્થાન પામે છે. વિશ્વને માટે ગાંધી આ યુગના શ્રેષ્ઠ ભારતીય પુરુષ હતા, છે, રહેશે. |