Book Details
Author | Narayan Desai |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Combo Offer |
Pages | 2201 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 3kg 340gm |
ISBN | 978-8172293338 |
About Book | ગાંધીજીની હયાતી દરમિયાન અને એથીયે વિશેષ એમના મરણ બાદ, દુનિયામાં ગાંધી સાહિત્યનો નિરંતર વધારો થતો રહ્યો છે. એમાં આ એક વધારો શા સારુ? કારણ ગાંધીજીની પોતાની માતૃભાષામાં એમના સમગ્ર જીવનને આવરી લેતું આવું બૃહદ્ એકેય જીવનચરિત્ર પ્રગટ થયું નથી. આ ગ્રંથ ગુજરાતી ભાષા પરના એ મહેણાને દૂર કરે છે. લેખકે બહોળા અધ્યયન અને સ્પષ્ટ પૃથક્કરણ જોડે પોતાના જાતઅનુભવનો મેળ સાધીને ગ્રંથને સેંકડો પ્રસંગોથી મનોહર અને સંખ્યાબંધ ઉધ્ધરણો વિદ્વતભોગ્ય બનાવ્યો છે. તેમણે ગાંધીચરિત્રના અનેક ઓછા જાણીતા ભાગો પર નવો પ્રકાશ ફેંક્યો છે અને ખૂબ જ ચર્ચાએ ચડેલા વિચારોને બધી બાજુથી તપાસીને તટસ્થતાથી રજૂ કર્યા છે. ગુજરાતી ભાષાના આ જીવનચરિત્રે એક નોખી ભાત પાડી છે. સામાન્ય માનવી તરીકે ગાંધી કેવા હતા, તેમણે કેવી રીતે સફળતાઓ મેળવી અને કેવી કેવી ભૂલો કરી, આજે અને આવતી કાલે આપણને, દેશ અને દુનિયાને એમની કાંઈ પ્રસ્તુતતા ખરી કે? એવા પ્રશ્રોનો જવાબ જિજ્ઞાસુ પાઠકોને આ ગ્રંથને પાને પાને મળશે. |