Book Details
Author | Leo Tolstoy |
Co-author | Jitendra Desai |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Combo Offer |
Pages | 394 |
Dimension | 24 x 18 x 2 cm |
Weight | 605 gm |
ISBN | 9788172294021 |
About Book | સંસ્કાર આપવા ઈચ્છતા વાલીઓ અને સંસ્કાર ઝીલનાર બાળકોને અર્પણ..... 'ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ'નો અનુવાદ પહેલવહેલો 1967માં પ્રસિદ્ધ થયો. તેને આવકારતાં કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું કે, "ટૉલ્સ્ટૉયની જે 23 વાર્તાઓ આવેલી છે તેમાંની કેટલીક તો બાળકો માટે લખી છે... બધી જ લોકભોગ્ય અને સદાચારોનો બોધ આપનારી છે. એમાં સામાન્ય માણસને પ્રિય એવા ભોલા પ્રસંગો પણ છે અને સામાજિક જીવનમાં આમૂલાગ્ર ક્રાંતિ સૂચવનારા નવવિચારો પણ છે....." રુમાનિયાની રાણી કવયિત્રી કાર્મન સિલ્વાએ કહ્યું છે તેમ, "આ વાર્તાઓ જેવી સર્વાંગસંપૂર્ણ વાર્તાઓ આજ દિન સુધી લખાઈ નથી.... એ વાર્તાઓની પવિત્રતા આપણા હૃદયને વધારે સ્પર્શી જાય છે.... બાઈબલની જેમ આ વાર્તાઓ પણ સદાકાળ જીવંત રહેવાને સર્જાયેલી છે. એમાં સનાતન સત્યનું નિરૂપણ થયેલું છે." આ કારણે આ વાર્તાઓના પુસ્તકની માગ સતત રહી છે અને તેનું પુનર્મુદ્રણ થતું રહે છે. અત્યાર સુધીમાં તેનાં આઠ પુનર્મુદ્રણો થયાં છે અને 23,000 નકલો વિતરિત થઈ છે. બાળકોમાં સદાચારનું સંસ્કારસિંચન કરે તેવી વાર્તાઓ બાળસાહિત્ય સ્વરૂપે મોટા ટાઇપમાં અને થોડાં ચિત્રો ઉમેરીને આપીએ તેવું લાગતાં આ સેટને આઠ ભાગમાં વહેંચી નાખી ચતુરંગી મુખપૃષ્ઠ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાતી વાચકો તરફથી તેને સુંદર આવકાર મળ્યો છે. |