Book Details
Author | Rajanikumar Pandya |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 504 |
Dimension | 21.5 x 14 x 2.5 cm |
Weight | 990 gm |
ISBN | 978935122 |
About Book | એક અધૂરી ઘટના લેખકની સામે આવે અને ભલભલા સમાજસેવકો, પત્રકારો, અરે, વિખ્યાત દેશનેતાઓ સુદ્ધાં જેને અંત સુધી લઈ જવામાં નિષ્ફળ નિવડ્યાં હોય તેવી ઘટનાને અંજામ આપવાનો પડકાર એ લેખક ઝીલે, ને તેમાં સફળ પણ થાય. તેમાંથી નવલકથાનું સર્જન કરતી વખતે પોતાના પાત્રોને હટાવી દે, મૂળ કેન્દ્રસ્થ પાત્રને વાસ્તવમાં હતું એનાં કરતાં અનેકગણું ઉદાત્ત બનાવે. એ બીજમાંથી નવું જ વૃક્ષ ઉગાડી શકે - તો તેવા લેખકને આપણે 'જિનીયસ' સિવાય બીજું શું કહી શકીએ? ને તેની એ કૃતિને ક્લાસિક-અર્થાત્ પ્રશિષ્ટ જ કહેવાય. રજનીકુમાર પંડ્યાની આ 'કુંતી' નવલકથા એ જ કક્ષાનું સર્જન છે. પ્રગટ થતાની સાથે દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટીવી નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના વેઢે ગણી શકાય એવી નવકથાઓ હિંદી ટીવીના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોંચી છે, ત્યારે કુંતી તેમાંય અનન્ય નીકળી. તેના ઉપરથી બે-બે વાર હિંદીમાં ટીવી ધારાવાહિક બની. વિદેશોમાં અપાર લોકપ્રિયતા પામી. પુસ્તકરૂપે ગુજરાતમાં અનેક આવૃત્તિઓ પછી હિંદીમાં ઉતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શક્યો - કેશુભાઈ દેસાઈ |