Book Details
Author | Agathe Christie |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 192 |
Dimension | 21.5 x 14 x 1 cm |
Weight | 220 gm |
ISBN | 9788119132638 |
About Book | ઇંગ્લૅન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોર્પની કરપીણ હત્યા થાય છે. એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જ્હૉન અને લોરેન્સ, જ્હૉનની પત્ની મૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એવ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા રહે છે. ઝેરી પદાર્થોના નિષ્ણાત ડૉક્ટર બૌરસ્ટાઇન નિયમિત રીતે તેમના ઘરે પણ આવે છે. તેમને જ્હૉનની પત્ની મૅરી સાથે ભેદી સંબંધ પણ છે. આ દરેક વ્યક્તિને મિસિસ ઇંગલથોર્પના મૃત્યુથી કોઈ ને કોઈ ફાયદો થાય તેમ છે. જુદા જુદા હેતુ ધરાવતી શકમંદ વ્યક્તિઓમાંથી કોણે આવું હિચકારું કૃત્ય કર્યું હશે? શું તીક્ષ્ણ અવલોકનશક્તિ અને પ્રખર બુદ્ધિ ધરાવતા ડિટેક્ટિવ હરક્યૂલ પોઇરો આ કેસ ઉકેલી શકશે? શું અનેક તાણાવાણાથી ગૂંથાયેલી જાળને તોડીને અપરાધીને પકડવામાં પોઇરો સફળ થશે? આવાં અનેક રહસ્યાત્મક પ્રશ્નો પેદા કરતી અને આવા અનેક ઉતાર-ચઢાવ અને અણધાર્યા વળાંકમાંથી પસાર થતી આ થ્રિલર, એકવાર વાંચ્યા પછી તમને વારંવાર વાંચવાનું મન થશે. |