Book Details
Author | R. Gopalakrishnan, Harish Bhat |
Co-author | Keyur Kotak |
Publication | Kalpavriksha Publication |
Language | Gujarati |
Edition | First |
Category | Business |
Pages | 256 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 325 |
ISBN | 978-81-982976-1-7 |
About Book | "આ પુસ્તક જમશેદજી તાતાનાં પ્રેરક વિચારો અને ફિલોસોફીમાંથી ઉપયોગી રહસ્યો રજૂ કરે છે. ગોપાલ અને હરીશે તાતા હાઉસમાં તેમના બહોળા અનુભવોનો નીચોડ રજૂ કરીને જમશેદજી તાતાનાં વ્યવસાયિક સફળતા માટેનાં મૂલ્યો અને સિદ્ધાંતોને સુંદર અને રસપ્રદ રજૂ કર્યો છે. આ મૂલ્યો અને સિદ્ધાંતો આપણાં દરેક કાર્યો માટે આજે પણ સૌથી વધુ પ્રસ્તુત અને મહત્વપૂર્ણ છે." - એન ચંદ્રશેખરન, ચેરમેન, તાતા સન્સ "જમશેદજી તાતા અને તેમના દ્રઢ ઉદ્દેશથી હું હમેશાં પ્રેરિત થયો છું. મને અવારનવાર નવાઈ લાગે છે કે તેમણે સ્થાપિત કરેલો ઉદ્દેશ અને તેમણે સ્થાપિત કરેલાં મૂલ્યોને તેમના અનુગામીઓએ 150 વર્ષથી વધારે સમયગાળા સુધી જાળવીને કેટલી સારી રીતે આગળ વધાર્યા છે. આ પુસ્તક એ રહસ્યોને રજૂ કરે છે....જેને બે બેસ્ટ-સેલર લેખકોએ લખ્યાં છે." - અઝિમ પ્રેમજી, ચેરમેન, એઝિમ પ્રેમજી ફાઉન્ડેશન "મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો અને પછી પ્રથમ મહિલા ઇજનેર તરીકે ટેસ્કોમાં જોડાઈ હતી. એ બદલ હું મારી જાતને અતિ નસીબદાર ગણું છું. તાતા હાઉસમાં મને ઘણું શીખવા મળ્યું છે - ટેકનિકલ કુશળતાઓ, માનવતા અને કર્મચારીઓની દરકાર, રાષ્ટ્રપ્રેમ અને સૌથી મહત્વપૂર્ણ સમજોપયોગી કાર્યો. હું આજે જે કંઈ પણ છું એનો શ્રેય તાતા હાઉસમાંથી મને શીખવા મળેલાં મૂલ્યોને જાય છે. જમશેદજીએ ગરીબી ઘટાડવા સંપત્તિનું સર્જન અને સાથે સાથે તેની વહેંચણી કરવા પર ભાર મૂક્યો છે. જો તમે સમાજને પરત આપો, તો જ તમારું જીવન પરિપૂર્ણ છે." - સુધા મૂર્તિ, લેખિકા, સમાજસેવિકા અને ચેરપર્સન, ધ મૂર્તિ ટ્રસ્ટ |