Book Details
Author | Dr. Hansaji Yogendra |
Co-author | Dr. Deepak Acharya |
Publication | Kalpavriksha Publication |
Language | Gujarati |
Category | Combo Offer |
Pages | 550 |
Dimension | 21.5 x 14 x 2.5 cm |
Weight | 400 gm |
About Book | 7 સૂત્રઃ તન અને મનને રિસેટ કરો શું તમને એવું લાગે છે કે તમારાં જીવન પર તમારું નિયંત્રણ રહ્યું નથી? તમારું સ્વાસ્થ્ય, તમારું મન અને તમારી મહત્ત્વાકાંક્ષાઓ ..... કશું તમારી યોજનાઓ મુજબ આગળ વધતું નથી? શું તમે એવું અનુભવી રહ્યાં છો કે તમારા સંબંધો પર કોઈ અદ્રશ્ય શક્તિ હાવી છે? શું તમે ઇચ્છો છો કો થોડો સમય થંભીને એવી રીતે નવેસરથી શરૂઆત કરવામાં આવે જેથી બધું તમારી મરજી મુજબ થવાં લાગે? તો આ પુસ્તક તમારા માટે અતિ ઉપયોગી છે. 7 સૂત્ર તન અને મનને રીસેટ કરો, શ્રેષ્ઠ અને સંતુલિત જીવન જીવો એક સરળ છતાં પ્રેક્ટિકલ ગાઈડ છે. આ પુસ્તકનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે તમે તમારાં જીવન પર ગુમાવેલું નિયંત્રણ પરત મેળવી શકો. આ પુસ્તક લખ્યું છે - યોગ સંસ્થાનનાં બહુપ્રશંસનીય અને આદરણીય ડૉક્ટર હંસાજી યોગેન્દ્રએ. તેઓ આ ગાઈડને જીવનનાં તમામ પાસાંઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનાં મહત્ત્વને તબક્કાવાર રીતે જણાવે છે. તો રાહ કોની જુઓ છો, અત્યારે તમારાં જીવનને રીસેટ કરવા માટે બટન દબાવો! જંગલ લેબોરેટરીઃ આ પુસ્તકમાંથી તમને આદિવાસી ભાઈ-બહેનોનું જીવન અને રોજિંદી જીવનશૈલી જાણવા મળશે, જે ફક્ત પ્રકૃતિ અને હર્બલ ચિકિત્સાને આધારે નિરોગી જીવન જીવે છે. આ પુસ્તક સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે પરંપરાગત હર્બલ જ્ઞાની અમૂલ્ય જાણકારી આપે છે. પુસ્તકમાં લેખકે છોડ અને વૃક્ષનાં ચમત્કારિક જીવન વિશે તમે અપરિચિત છો એવી જાણકારી આપી છે, જેમ જંગલોમાં વૃક્ષો વચ્ચે એકબીજાને સંકેતો આપીને જોખમથી સાવધાન કરે છે, લીમડો પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે. આ પુસ્તકમાં વિવિધ વનસ્પતિઓના ઔષધીય ગુણોની વિસ્તારપૂર્વક માહિતી આપી છે. આ પુસ્તકમાં પાતાલકોટ નામની મધ્યપ્રદેશની ઘાટીમાં રહેતા લોકોના અનેરાં જીવન વિશે જાણકારી મળે છે. સાથે સાથે તમને આદિવાસીઓના હવામાનની આગાહી કરવાની રીતો જાણવા મળે છે. વિવિધ ફળફળાદિ અને શાકભાજીં બીજછાલના ગુણોની જાણકારી મળે છે. વળી ડાયાબીટિસ, મેદસ્વીપણું, બ્લડપ્રેશર, સાંધાનો દુઃખાવો, પથરી, સાઇટિકા, માઇગ્રેન, અલ્સર વગેરે રોગોને તમે કઈ કઈ ઔષધિઓથી નિયંત્રણમાં રાખી શકશો એની અમૂલ્ય જાણકારી મળે છે. માથાં પર ટાલ ન પડે એ માટે શેનું સેવન કરવું જોઈએ એ વિશે પણ તમને જાણવા મળશે. લેખક વિશેઃ ડૉ. દીપક આચાર્ય અમદાવાદમાં રહેતાં હતાં. તેઓ ગુજરાતનાં ભૂતપૂર્વ આરોગ્ય સચિવ એસ કે નંદાના અંગત મિત્ર અને શિષ્ય સમાન હતાં. તેમણે 25 વર્ષ હિંદુસ્તાનનાં વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફરીને આ જાણકારીઓ મેળવી છે અને તેનો અમૂલ્ય ખજાનો આ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે. અમેરિકાનાં અખબારોએ તેમનું સન્માન પણ કર્યું હતું. |