photo
photo

હિંદ સ્વરાજ (Paper Back)




₹150


In Stock






Book Details

Author M K Gandhi/Mahatma Gandhi (મોહનદાસ કરમચંદ ગાંધી)
Publication Navajivan Trust
Language Gujarati
Category Non-Fiction
Pages 272
Dimension 24.5 x 18 x 1.5 cm
Weight 328 gm
ISBN 9788172297077
About Book સન 1909માં, દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતના હિંદી વસાહતીઓના પ્રશ્રો લઈને બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો કરવા બે પ્રતિનિધિઓ લંડન ગયેલા. ગાંધીજી એમાંના એક હતા. લંડનમાં ચારેક મહિનાનો વસવાટ સંકેલીને કિલડોનન કૅસલ નામના જહાજમાં એ દક્ષિણ આફ્રિકા પાછા ફરવા નીકળેલા. દસ દિવસની એ મુસાફરી દરમિયાન હજુ તો માંડ સાડત્રીસ વરસાના જુવાન મોહનદાસ ગાંધીની કલમમાંથી જે અવતર્યું. એ એમના પછીના જીવનની પ્રસ્તાવના જેવું હતું: હિંદ સ્વરાજ.

આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ગાંધીજીની કલમે, ગાંધીજીના હસ્તાક્ષરમાં. માતૃભાષા ગુજરાતીમાં લખાયું હોય અને જે હસ્તાક્ષરમાં છપાઈને પ્રસિદ્ધ થયું હોય તેવું ગાંધીસાહિત્યનું આ એકમાત્ર પુસ્તક છે. બીજું, જેનો સંપૂ્ર્ણ અંગ્રેજી અનુવાદ ગાંધીજીએ પોતે કર્યો હોય તેવું પણ આ એકમાત્ર પુસ્તક છે. ત્રીજું અને સૌથી અગત્યનું ગાંધીવિચારને સમજવા માટે ચાવીરૂપ એવું આ પુસ્તક સો વરસેય જીવતું છે!

Ratings & Reviews