Book Details
Author | Manibhai B Desai |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Biography |
Pages | 480 |
Dimension | 23.5 x 16 x 2.5 cm |
Weight | 670 gm |
ISBN | 9788172293185 |
About Book | ગરીબાઈમાં ઊછરેલો, રીતસરની કેળવણી વગરનો એક નવયુવક આપબળે સ્વાશ્રયી કેળવણી પામી ચડતો ચડતો અમેરિકાનો પ્રમુખ બને છે અને પોતાની માનવતાને શોભે એવા ચારિત્ર્યબળે પોતાના દેશની 'મહામૂલી એકતા' જાળવવા માટે અને 'ગુલામીના મહાપાપનું કાસળ' કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદુરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. એમાં વિજય મેળવી તરત પ્રભુને ચરણે પહોંચી જાય છે. એવા ધર્માત્માનું આ ચરિત્ર અમેરિકા, આફ્રિકા અને એશિયાના ભિન્ન ભિન્ન સંસ્કૃતિના કરોડો લોકો માટે બોધક અને પ્રેરણાદાયક નીવડવું જ જોઈએ. - કાકા કાલેલકર ઍબ્રાહમ લિંકન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખોમાં મારા મત પ્રમાણે સહુથી મહાન હતા કારણ કે તેઓ સત્યને વરેલા એક મહામાનવ હતા. એમનું આખું જીવન માનવસેવાથી ભરપૂર હતું. એટલું જ નહીં એમની સત્યનિષ્ઠા, માનવતા અને સર્વોપરી રાષ્ટ્રભક્તિને પરિણામે એમણે યુનાઇટેડ સ્ટેટ્સની એકતા તૂુટતાં અટકાવી અને એની એકતા અને અખંડતા કાયમ રહી. હું માનું છું કે મહાત્મા ગાંધી આપણા દેશને ન મળ્યા હોત તો સ્વરાજ્ય મળ્યું ન હોત અને જો લિંકન યુનાઇટેડ સ્ટેટ્સને ન મળ્યા હોત તો એ દેશના ભાગલા થઈ ગયા હોત. સત્તાસંચાલન કરવામાં પણ એ હમેંશ સત્યનિષ્ઠ રહ્યા અને રાજ્યસત્તાનો ઉપયોગ એમણે દેશની એકતા અને મજબૂતી માટે નિષ્કામભાવે કર્યો. એ રીતે મહાત્મા ગાંધી અને એેમના જીવનમાં ઘણું જ સામાન્ય છે. - મોરારજી દેસાઈ |